આપણા ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્માદાદા તથા આપણા સુરાપુરા દાદાના આશીર્વાદથી તેમજ નગેવાડીયા પરીવારના દરેક સભ્યોના સહકારથી આપણા પરીવારનું પ્રથમ વસ્તીપત્રક સને 1994 માં તૈયાર કરેલ. ત્યારબાદ બાર વર્ષના લાંબાગાળા બાદ સને 2006માં બીજી નવી આવૃત્તિ તૈયાર કરવામાં આવેલ. આ બાર વર્ષના ગાળામાં આપણને દેશ -વિદેશમાં રહેતા અગિયાર જેટલા નવા પરીવારોની માહિતી મળેલ જેનો બીજી આવૃત્તિમાં સમાવેશ કરવામાં આવેલ. આ બીજી આવૃત્તિ આપણા પરિવારના સભ્યોને ખુબ જ ઉપયોગી બની રહેલ.
હવે અત્યારે સને 2018 ચાલુ છે ત્યારે બીજી આવૃત્તિને બાર વર્ષનો સમય વિતી ગયો છે, ત્યારે પરીવારના સભ્યોના ફોન નંબર, સરનામાં ફેરફાર, દીકરા - દીકરીના વિવાહ, બાળકોના અભ્યાસ, વડીલોની વિદાય જેવા થયેલ ફેરફાર ને ધ્યાનમાં લઈ નવી ત્રીજી આવૃત્તિ તૈયાર કરવાની વિચારણા ચાલી રહી હતી.
ત્યારે તાજેતરમાં સમસ્ત નગેવાડીયા પરિવારની યુવા ટીમે વિધિવત કારોબારીની રચના કરી સુકાન સંભાળ્યું ત્યારે આ વસ્તીપત્રકની ત્રીજી આવૃત્તિ તૈયાર કરવાની વાત થઈ ત્યારે આ યુવા ટીમે એક પ્રસ્તાવ મુકયો કે હવે આ ઝડપી ડીજીટલ જમાનાની સાથે મોબાઈલ - કોમ્પ્યુટર યુગ ની સાથે ચાલીને જો આપણે "ડિજિટલ વસ્તીપત્રક" તૈયાર કરીએ તો તેમાં વસ્તીપત્રકની જેમ પરિવારની બધી જ માહિતી મૂકીએ તો આપણા પરિવારના સભ્યો ઉપરાંત આપણા દેશ વિદેશ ના દરેક લોકો પણ આપણા પરિવારના સભ્યોની માહિતી જોઈ શકે.
આ ડિજિટલ વસ્તીપત્રકનો ફાયદો એ રહેશે કે અત્યાર સુધી પ્રિન્ટેડ વસ્તીપત્રકમાં એક આવૃત્તિ થી બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરીએ તો દશ બાર વર્ષના ગાળા બાદ નવું વસ્તીપત્રક પ્રસિદ્ધ ત્યારે નવી જાણકારી મળે. જયારે આ ડિજિટલ વસ્તીપત્રક કરવાથી પરિવારમાં થતા ફેરફાર જેવા કે ઘર - નોકરી, ધંધાના સરનામાં ફેરફાર, દીકરા - દીકરીના વિવાહ, બાળકોનો જન્મ, બાળકોના અભ્યાસ, ફોન - મોબાઈલ નંબર, ઈ - મેઈલ તથા વડીલોની ચિરવિદાય જેવા ફેરફાર આપણે ગમે ત્યારે એટલે કે તે જ દિવસે પણ કરી શકીશું. જેથી દરેક લોકોને પરિવારની છેલ્લા માં છેલ્લી માહિતી જોવા તથા વાંચવા મળી શકે. જે પરિવારના સભ્યો ઉપરાંત દેશ અને દુનિયાના લોકો ઘર બેઠા કે દુનિયાના કોઈ પણ છેડે બેઠા બેઠા પોતાના મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં એક ક્લીક કરવાથી આ માહિતી જોવા મળી શકે.
યુવા ટીમનો આ વિચાર પરિવારના વડીલો સહિતના પરિવારજનો એ સ્વીકારી લેતા. આ ડિજિટલ વસ્તીપત્રક www.nagevadiapariwar.com તૈયાર કરી આજ તારીખ 23 - 11 - 2018 શુક્રવારના રોજ ગોંડલ ખાતે આપણા સુરાપુરાદાદાના યજ્ઞ પ્રસંગે લોન્ચ કરવામાં આવેલ છે. જેમાં પરિવારના દરેક સભ્યોનો સાથ અને સહકાર રહ્યો છે તે બદલ સૌ નો ખુબ ખુબ આભાર.